E-Retreat in Gujarati based on Spiritual Exercises Part- 1
વિડિઓ ઉપર ક્લિક કરી હવે તમે જાતેજ પ્રભુમય થઇ શકો છો
http://www.youtube.com/watch?v=HIlkaMQBgzE
સિદ્ધિઓ મેળવ્યા પછી પણ કંઇક રહી જાય છે ? કંઇક ખાલીપણું લાગે છે? એવું તો શું છે કે આત્મા ને શાંતિ નથી ? આવો, ધ્યાન ધરીએ અને ચકાસણી કરીએ કે તે શું છે.
ધ્યાનનો પહેલો દિવસ
ઇસુ મારી કાળજી કાયમ માટે રાખે છે, ભલે આપણે આપણી અને બીજાની કાળજી અને પ્રેમ રાખવામાં ભૂલી જતા હોઈશું પણ ઈસુની કાળજી અને પ્રેમ કાયમ માટે રહે છે. મોટા ભાગે આપણે પોતાનું અને બીજાનું મૂલ્ય પગારના આંકડાથી, ડીગ્રીના હોદ્દાથી અને કામની સિદ્ધિઓથી આંકતા હોઈએ છીએ. આપણે કોણ છીએ તે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ભગવાનના સંતાનો છીએ અને આપણી કિમંત અમૂલ્ય છે.
આ અઠવાડિયા દરમ્યાન આપણે આપણી સાચી વાસ્તવિકતાનો આત્મસાદ કરીએ તો કામની ગુણવત્તા, દિલમાં શાંતિ, કુટુંબમાં પ્રેમ, નોકરીઓમાં પ્રગતિ સાંધી શકાશે. ભગવાનના સંતાનોને શોભા આપે એવી રીતે રહીએ ત્યારે આપણી અનુભૂતિમાં અને કાર્યમાં ગુણવત્તાભર્યા પરિણામ આવશે.
કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાનના આ પ્રથમ દિવસે ઈશ્વરના મારા માટેના અગાધ અને અંગત પ્રેમ અને કાળજી હું ફરીવાર તાજગીથી અનુભવવા માંગું છું.
આ માટે મદદરૂપ થઇ શકે તે માટે નીચેના પાયાના મુદ્દાઓનો સહારો લઇ શકાશે
મારા જીવનરૂપી ઘડાને આકાર આપવા માટે ઘણો બધો કાચો સમાન એમને એમ પડ્યો છે : એ કાચો સામાન મારા સબંધો હોઈ શકે અથવા મારામાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓ કે કળાઓ હોઈ શકે.આ બધી ચિંતાઓમાં ગળાડુબ એવો હું એ સત્ય ને માણવા આજે ઈશ્વર સમક્ષ આવું છું: હું ઈશ્વરનું અજોડ સર્જન છું . હું ઈશ્વરનું વહાલું સંતાન છું
પ્રભુ આપણાં દરેકની સંભાળ રાખે છે તે અનુભવવા માટે આવો થોડીવાર ધ્યાન ધરીએ અને નક્કી કરીએ કે હું પ્રભુ સાથે કેવી રીતે રહી શકું અથવા મારા કામના સમયે પણ હું કેવી રીતે તેમને મારી પાસે રાખી શકું કેવી રીતે હું તેમની સાથે રહી શકું તે ધ્યાન ધરી તપાસીએ. વધુ માહિતી માટે ઉપર આપેલ સુંદર વીડિઓ નિહાળશો..
વિડિઓને સુંદર બનાવવા માટે BBNની આણંદની ટીમ , રોમિકા જોન્સન, એકતા ફિલિપ તથા કેની મેક અને નડિયાદ સેન્ટ આન્ના સ્કૂલના સિ. સુનિતા, સિ. શારદા અને સિ સુર્યાનો ઉત્તમ ફાળો રહેલો છે.
"કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન ( રીટ્રીટ )" નામની પુસ્તિકા જે રેવ. ફા. ધર્મરાજ લોરેન્સ એસ. જે. ની મહેનત અને રેવ ફા. રાયમુંદ ચૌહાણ એસ જે ના ભાવાનુવાદ છે તેનો ઉપયોગ કરી ખાસ આપનાં માટે દર શનિવારે (નાતાલ સુધી) રજુ કરીશું.
No comments:
Post a Comment