Friday, December 9, 2011

Thanksgiving _ Spiritual Exercises in Gujarati Part- 2

Thanksgiving _ Spiritual Exercises in Gujarati Part- 2

http://www.youtube.com/watch?v=xgSTZFS9-bA

ઉપરના  વિડિઓમાં  આણંદમાં થયેલ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલ વ્યક્તિની પ્રભુ પ્રત્યેની લાગણી પણ રજુ કરવામાં આવી છે. આગામી ભાગમાં લાંબા સમયથી કોમામાં રહેલ યુવતી અને તેના પ્રત્યે માતા-પિતાનો અગાધ  પ્રેમ રજુ કરવામાં આવશે.



કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન (રીટ્રીટ) ભાગ -૨ 

વિષય- આભાર

આજે પ્રભુનો કેવી રીતે આભાર માની શકીએ તે માટેના પાયાની અને મદદ થઇ શકે તે માટેની  સામગ્રી
ઈશ્વરે બક્ષેલી તમામ શક્તિઓ તેમજ ભેટોની કદર કરું તેમજ તેનું સાચું મૂલ્ય પારખું એવી આજે મારી ઈચ્છા છે. મારી જીવન ની યાત્રામાં સર્જનની આ બધી ભેટોને તે પોષતો રહે છે.

જેમ કુંભાર ઘડાને આકાર આપ્યા કરે છે, જેમ ચિત્રકાર કુદરતી સૌન્દર્યને ચિતરવામાં પીંછી ચલાવ્યા કરે છે, તેમ મને સોળે કળાએ ખીલવવા તે સતત કાર્યશીલ રહે છે.

વધુ મદદ  માટે નીચે આપેલ  શાસ્ત્રપાઠોનું  વાંચન કરી શકાય.

ઈર્મીયા ૧૮ : ૧-૬ ( કુંભાર નો ઘડો )
ઉત્પત્તિ ૧ : ૨૪ - ૨ : ૩ (સર્જનલીલા)

ટેકારૂપ મુદ્દાઓ:

-  કુટુંબનો ફોટો આલ્બમ લો અને એમાં કંડારાયેલી પ્રત્યેક પળોને   માણો ને ઈશ્વરનો આભાર માનો      

- પોતાની જીવન ગાથા ઉપર દ્રષ્ટી  નાંખવી, તેમાં રહેલ અનેકવિધ શક્તિઓની નોંધ કરી એમની  કદર     
   કરવી 
- જીવન ગાથામાં વિસરાઈ જવાયેલ મધુર સ્મરણોને ફરી તાજા કરી શકાય 
     
વધુ માટે વિડિઓ નિહાળો તેનાથી વધુ મદદ મળી શકશે. 

 આ સુંદર શ્રેણી ને સફળ બનાવવા માટે રોમિકા જોન્સન , એકતા પરમાર અને કપીલાબેન આર પરમાર તથા રમેશ યોહાકીમ પરમારના BBN  આભારી છે.

આ શ્રેણીના વિડિઓ યુટ્યુબ  ડાઉનલોડરથી  તમારા માટે  ડાઉનલોડ કરી શકાશે.

No comments:

Post a Comment